રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કોર કમિટીમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવાનો નિર્ણય લઈ ગુરુવારે જાહેર કર્યું છે કે આજથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં 18થી 44 વયજૂથના સવા બે લાખ યુવાઓને રોજ કોરોનાની રસી આપવામાં આવશે, જ્યારે 45થી વધુ વયના 75 હજાર લોકોને રસી અપાશે, આમ દરરોજ 3 લાખ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના 18થી 44 વયજૂથને મફત રસી આપવાનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે. જેમાં અત્યાર સુધી 10 શહેરોમાં રસી અપાતી હતી. પરંતુ વેક્સિનેશન ઝડપી બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકારે 3 કરોડ ડોઝ વેક્સિન ખરીધ્વાનો ઓર્ડર આપેલો છે. તેથી ચોથી જૂનના શુક્રવારથી જ માત્ર 10 શહેરો નહી, પણ રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે. તાલુકા જિલ્લા સ્તરે મળીને રાજ્યમાં કુલ 1200 વેક્સિનેશન સેન્ટર ઉભાં કરાયા છે. રસી લેવા માટે યુવાઓએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને રજિસ્ટડ થયેલાઓને રસી આપવા માટે 51/ડથી જાણ કરાશે. મુખ્યમંત્રી વેજય રૂપાણીએ ગુરુવારે વીડિયો કોન્કરન્સ મારફતે પાંચ મહાનગરોના કમિશનરો તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાના ત્રીજા વેવની શક્યતા સામે સજ્જતા અંગે સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોના કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે સહેજપણ નિશ્ચિત રહેવાનું નથી, સાવધાન અને સજાગ રહેવાનું છે.