Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સ્પુતનિક-વી નું ઉત્પાદન કરશે !, DCGI પાસે મંજુરી માંગી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સ્પુતનિક-વી નું ઉત્પાદન કરશે !, DCGI પાસે મંજુરી માંગી

- Advertisement -

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા હાલ કોરોનાની રસી કોવીશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે. આગામી સમયમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની સ્પૂતનીક-વી વેક્સિનનું પણ ઉત્પાદન શરુ કરે તેવી સંભાવનાઓ છે.આ માટે તેણે DCGI પાસે મંજુરી માંગી છે.

- Advertisement -

હાલમાં રશિયાની કોવિડ વેક્સિનસ્પુતનિક વીનું નિર્માણ ભારતમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બુધવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને ભારતમાં સ્પૂતનીક-વી બનાવવાની મંજૂરી માંગતું  આવેદનપત્ર પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ પહેલાથી જ જણાવ્યું છે કે છે કે તે જૂનમાં 100 મિલિયન કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરી શકશે.

ડીસીજીઆઈ દ્વારા એપ્રિલમાં સ્પૂતનીક-વી ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે. રશિયાની આ વેક્સિનના 30લાખ ડોઝનો એક જથ્થો મંગળવારે ભારત આવી પહોચ્યો છે. સ્પુતનિક-વીને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની ઝપેટમાં છે, જે ખુબ ખતરનાક છે. આ બધાની વચ્ચે ભારતમાં વેક્સિનેશનની માંગ ખુબ વધી ગઇ છે.સ્પુતનિક-વી અત્યાર સુધીમાં 320 કરોડથી વધારે જનસંખ્યા વાળા 66 દેશોમાં રજિસ્ટર્ડ છે. આરડીઆઈએફ અને ગામાલેયા સેન્ટરે કહ્યું કે, સ્પુતનિક વીની અસરકારકતા 97.6 ટકા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular