Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના 35 તાલુકાઓમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતના 35 તાલુકાઓમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ

- Advertisement -

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં પવન અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ હવામન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો છે. તો પંચમહાલમાં પણ વરસાદ નોંધાયો. સાબરકાંઠા  જિલ્લામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વડાલી અને પોશીનામ એક-એક ઇંચ વરસાદ નોંધાયો. તો ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગાંધીનગર અને દાહોદમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો. મહેસાણા અને અરવલ્લીમાં પણ અનેક જગ્યાઓ પર ચોમાસાનું આગમન થઇ ગયું છે.

- Advertisement -

પંચમહાલમાં પણ ભારે પવન સાથે આવેલા વરસાદથી વૃક્ષ અને વિજપોલ ધરાશયી થવાની ઘટના બની છે. વીપોલ ધરાશયી થતાં શહેરાના લાભી પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. મોરવા હડફ અને ગોધરાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બે દિવસના ભારે ઉકળાટવાળા વાતાવરણ બાદ એકાએક આજે વહેલી સવારે પવન સાથે વરસાદના આગમનની છડી પોકારતું વાતાવરણ સર્જાયું છે. 

હવામાન વિભાગ દ્રારા ગુજરાતના અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના આગમનને લઇને રોકડીયા પાકોને નુકશાન થવાની ભીતીથી ખેડૂતો ચિંતિત છે તો બીજી તરફ ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular