પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંગળવારે પેશાવરમાં બોલિવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરના પૂર્વજોના ઘરોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવશે.
પેશાવર જિલ્લા કમિશનર કેપ્ટન (નિવૃત્ત) ખાલિદ મહેમૂદે બન્નેના ઘરને પુરાતત્વ વિભાગને સોંપવાનો આદેશ આપ્યો છે.ડિસ્ટ્રિક્ટ કમિશનરની કચેરીએ જારી કરેલા જાહેરનામા મુજબ, ” દિલીપકુમાર અને રાજ કપૂરનું ઘર પુરાતત્ત્વ અને સંગ્રહાલયોના નામે રહેશે.” આ બંને દિગ્ગજોના ઘર પર જેનો કબ્જો હતો તેને નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ ઘરનો માલિકી હક જે ધરાવતાં હતા તેઓએ આ હવેલીઓ વહેચવાની મનાઈ કરી હતી.
પેશાવર ડિસ્ટ્રિક્ટ કમિશનર કેપ્ટન (નિવૃત્ત) ખાલિદ મહેમૂદે અભિનેતાઓના ઘરોના હાલના માલિકોના વાંધાઓ ફગાવી દીધા અને બંને મકાનોનો હવાલો પુરાતત્ત્વીય વિભાગને સોંપવાનો આદેશ આપ્યો.દિલીપ કુમારની આ હવેલીની કિંમત 34 લાખ જયારે રાજકપૂરની હવેલીની કિંમત રૂ.54લાખ નક્કી કરવામાં આવી છે. પાકિસ્તાનના ચલણ મુજબ દિલીપકુમારની હવેલીની કિંમત 72લાખ જયારે રાજકપૂરની હવેલીની કિંમત રૂ.1કરોડ 15લાખ નક્કી કરવામાં આવી છે.