Monday, December 23, 2024
Homeરાજ્યવેજા ગામે કુવા માંથી ત્રણ ભાઈ બહેનના મૃતદેહ મળી આવતા ચકચાર

વેજા ગામે કુવા માંથી ત્રણ ભાઈ બહેનના મૃતદેહ મળી આવતા ચકચાર

- Advertisement -

રાજકોટના કાલાવડ રોડ નજીક વેજાગામેથી વાજડી ગામે જવાના રસ્તે એક કુવામાંથી બે ભાઈ અને એક બહેનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્રણે ભાઈ બહેને કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ત્રણેની ઉંમર 17 થી 19 વર્ષ છે. પોલીસે હાલ ત્રણેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ વેજા ગામથી વાજડી ગામે જવાના કાચા રસ્તા નજીક આવેલ એક કુવામાં એક યુવતી અને બે યુવક પડી ગયા હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચી ત્રણે મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે તેઓ ત્રણેય પિતરાઈ ભાઈ બહેન છે. પોલીસ તપાસમાં મૃતકોના નામ કવા પબાભાઇ બાંભવા (ઉં.વ.17), ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17) અને પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.19) હોવાનું ખુલ્યું હતું. અને એક જ બાઇક પર આવી કૂવામાં કૂદી આપઘાત કરી લીધાની શંકા પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરવાડ પરિવારના આ ભાઈ બહેને આ પગલું શા માટે ભર્યું  તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રણે પિતરાઈ ભાઈ બહેન ગઈકાલે સાંજે ઘરેથી નીકળી ગયા હતા અને આજે તેમના મૃતદેહમળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular