મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઇ તરીકે ફરજ બજાવી રહેલા ઘનશ્યામસિંહ જાડેજા નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. 1984માં પોલીસ વિભાગમાં ભરતી થયા બાદ 37 વર્ષ સુધી પોલીસ વિભાગમાં પ્રસંશનિય કામગીરી કરી તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. આ દરમિયાન તેઓ દ્વારકા, રાવલ, જોડિયા, ભાણવડ, મેઘપર, સીટી-બી ડિવિઝન તથા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી ચૂકયા હતાં. તેમના નિવૃત્તિ વિદાય સમારંભમાં મહિલા પોલીસ સ્ટેશનના આર.બી. ગઢવી, પીએસઆઇ કે.એમ. જાડેજા, યુ.આર. જાડેજા, દિનેશભાઇ, સમરતદાન સહિતના પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહે તેમને ભાવભેર વિદાયમાન આપ્યું હતું.