કલ્યાણપુરથી આશરે બાવીસ કિલોમીટર દુર નગડીયાથી ગોરાણા ગામ વચ્ચે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલક એવા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા વડવા ગામના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા તથા સ્ટોન ક્રસરમાં કામ કરતા સરદારભાઈ સમશેરભાઈ બારીયા નામના 23 વર્ષીય અનુસૂચિત જાતિના યુવાને પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે ઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી આ ટ્રેક્ટર રોડની એક સાઈડમાં પલટી મારી ગયું હતું.
આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સરદારભાઈ બારીયા દબાઈ જતા તેને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે દાહોદ જિલ્લાના મૂળ રહિશ અને હાલ પાનેલી ગામના સ્ટોન ક્રશર પ્લાન્ટમાં કામ કરતા ભરતભાઈ ચનુભાઇ બારીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક સરદારભાઈ બારીયા સામે આઇપીસી કલમ 279, 304 (અ), 337 તથા એમ.વી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી સ્થાનિક પીએસઆઈ એ.બી. ગોઢાણિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.