Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ઘઉં-મગ-ધાણાની મબલક આવક

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ઘઉં-મગ-ધાણાની મબલક આવક

- Advertisement -

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં જણસીની મબલક આવક થઇ રહી છે. ખેડૂતોને પૂરતાં ભાવો મળતાં હોય ખેડૂતો મોટાં પ્રમાણમાં જણસી યાર્ડમાં લઇને આવી રહ્યા છે. ખાસ કરીને ઘઉં, ધાણા અને મગની ભરપૂર આવક જોવા મળી રહી છે. યાર્ડના સેક્રટરી પ્રફુલભાઈ ધુળેશીયાના જણાવ્યા અનુસાર 12000 ગુણી મગ, 20000 ગુણી ધાણા તેમજ 1000 ગુણી ઘઉંની આવક થવા પામી છે માર્કેટીંગ યાર્ડની બન્ને દિશામાં જણસી ભરેલા વાહનનો 3 કિલોમીટર સુધીની કતાર લાગી છે. જામજોધપુરમાર્કેટીંગ પાર્ડમાં ખેડૂતોને પોતાની જણસીના હરરાજીમાં સારા ભાવ મળતા હોય જેથી જામજોધપુર માર્કટીંગ યાર્ડમાં જણસી વહેંચવા આજુબાજુના છ તાલુકામાંથી ખેડૂતો આવી રહ્યા હોય જણસીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે ર્યાર્ડના સેક્ટરી પ્રફુલભાઈ ધુળેશીયા દ્વારા યાર્ડ કર્મચારીઓ સાથે સંકલન કરી જણસી વેંચવા આવતા ખેડુતોને કોઈ અગવડતા ન પડે અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular