દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે દ્વારકાના 14, કલ્યાણપુરના 7, ખંભાળિયાના પાંચ અને ભાણવડના ત્રણ સહિત કુલ 29 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે દ્વારકાના 31, ભાણવડના 14, કલ્યાણપુરના 12 અને ખંભાળિયાના 9 સહિત કુલ 66 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા દિવસોથી કોરોના અંગે સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં હાલના એક્ટિવ કેસ તેમજ મૃત્યુઆંક જાહેર કરવાનું કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિતના જિલ્લાઓમાં સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તમામ વિગતો અને મહદ્ અંશે સંપૂર્ણ વિગત સાથેના સાચા આંકડા નિયમિત રીતે પ્રસિધ્ધ કરવામાં આવે છે. જ્યારે અહીંના આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે લક્ષ્ય લઈ, સાચી પરિસ્થિતિ જનતા સમક્ષ મુકવી જોઈએ તેવી માંગ પ્રબુદ્ધોમાંથી ઉઠવા પામી છે.