Sunday, January 5, 2025
Homeરાજ્યમોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતા પાછળ બેસેલા યુવાનનું મોત

મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતા પાછળ બેસેલા યુવાનનું મોત

જામનગરથી મીઠાપુર જતાં સમયે અકસ્માત: વન-વેમાં આવતા હાઈડ્રોના કારણે એકાએક બે્રક મારી : ચાલક યુવાનને ઈજા

- Advertisement -

જામનગર તાલુકાના મોટી ખાવડી નજીક પાયલધાર પાસેના માર્ગ પર પૂરઝડપે આવતા બાઈકસવારે એકાએક બે્રક મારતા સ્લીપ થવાથી પાછળ બેસેલા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગરના ગુલાબનગરમાં રહેતા સુનિલ જિતુભાઈ લકુમ અને મેહુલ સોલંકી નામના બન્ને યુવાનો ગત તા. 23 ના સવારના સમયે જીજે-10-સીઆર-4048 નંબરના બાઈક પર જામનગરથી મીઠાપુર વાસની ઝુંપડીનું કામ કરવા જતાં હતાં. ત્યારે સીક્કા પાટીયા નજીક આવેલા પાયલધાર પાસેના માર્ગ પર પહોંચ્યા ત્યારે વન વે માંથી જીજે-12-સીએમ-0029 નંબરનું હાઈડ્રો આવતા બાઈકસવારે એકાએક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ જવાથી સુનિલ અને પાછળ બેસેલા મેહુલ મનસુખભાઈ સોલંકી (ઉ.વ.23) નામના બન્ને યુવાનોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મેહુલને પગમાં અને શરીરમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

આ અંગેની જાણ મૃતકની પત્ની સંજનાબેન દ્વારા કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે હોસ્પિટલ જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક સુનિલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular