Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવાલ્કેશ્વવરીનગરીમાં તબીબના મકાનની ચોરીનો ભેદ ઉકેલાયો

વાલ્કેશ્વવરીનગરીમાં તબીબના મકાનની ચોરીનો ભેદ ઉકેલાયો

એક માસ પૂર્વે દાગીના તથા ડોલરની ચોરી : ઝુંપડપટ્ટીમાં રહેતા તસ્કરને દબોચ્યો : રૂા.2,16,000 ના દાગીના કબ્જે

- Advertisement -

અમદાવાદમાં તબીબી પ્રેકટીસ કરતા અને જામનગરના વાલ્કેશ્વવરીનગરી આવેલા તેના બંધ મકાનમાં એક માસ અગાઉ થયેલી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલરની ચોરીમાં પોલીસે એક તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા.2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, અમદાવાદમાં તબીબી પ્રેકટીસ કરતા ડો.વિવેક કકકડનું જામનગરના વાલ્કેશ્વવરીનગરી વિસ્તારમાં આવેલા મકાનમાં એક માસ પૂર્વે તસ્કરો ત્રાટકયા હતાં અને બંધ મકાનના તાળા તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર મળી કુલ રૂા.1.68 લાખની ચોરી થયાની ઘટનામાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન હેકો શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, પો.કો. ફૈઝલ ચાવડા, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી. રાણા તથા એએસઆઈ બશીરભાઇ મુંદ્રાક તથા હેકો શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, રવિન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, કિશોરભાઇ પરમાર, ફૈઝલભાઈ ચાવડા, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી વિકાસ ગૃહ રોડ પરથી રમેશ ઉર્ફે રમલો સેફા કાબા પરમાર નામના શખ્સને આંતરી લીધો હતો. પોલીસે રમેશની તલાસી લેતા તેના કબ્જામાંથી સોના-ચાંદીના દાગીના અને ઈમીટેશન જવેલરી મળી કુલ રૂા.2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા રમેશ ઉર્ફે રમલો સેફા કાબા પરમાર વાલ્કેશ્વવરીનગરી વિસ્તારમાં અવાર-નવાર જોવા મળ્યો હતો. જેથી પોલીસે રમલાની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular