ચીનમાં પ્રથમ વખત માણસમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. ચીનના 41 વર્ષીય વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો H10N3 સ્ટ્રેન જોવા મળ્યો છે. ચીનની રાષ્ટ્રીય આરોગ્ય આયોગે આ અંગે પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનના ઝિનજિયાંગની છે.
એનએચસીએ જણાવ્યું કે આ વ્યક્તિને તાવ અને અન્ય લક્ષણો જણાયા બાદ ગત 28 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક મહિના પછી, એટલે કે 28 મે ના રોજ, H10N3 નો સ્ટ્રેન આ વ્યક્તિના શરીરમાં મળી હોવાની પુષ્ટિ થઈ. જોકે, આ વ્યક્તિ બર્ડ ફ્લુથી કેવી રીતે સંક્રમિત થયો તે વિશે એનએચસીએ કોઈ માહિતી આપી નથી.
જો કે, H10N3 સ્ટ્રેન નું જોખમ પણ ઓછું છે. એનએચસીએ એમ પણ કહ્યું હતું કે આ વાયરસ ફેલાવવાની શક્યતાઓ ઘણી ઓછી છે.બર્ડ ફ્લુથી સંક્રમિત વ્યક્તિની તબિયત હાલ સ્થિર છે અને અને તેને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વ્યક્તિના સંપર્કમાં આવતા લોકોના પણ પરીક્ષણ કરવામાં આવ્યા છે. પરંતુ તે પૈકી કોઈ સંક્રમિત થયા નથી.
ચીનમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ઘણા સ્ટ્રેન છે અને આમાંના કેટલાક માણસોને પણ ચેપ લાગ્યાં છે. ખાસ કરીને એ લોકોને સંક્રમણ થવાની શક્યતાઓ છે કે જેઓ મરઘા ઉછેર કેન્દ્રોમાં કામ કરતા હોય છે. એનએચસીએ એ પણ અહેવાલ આપ્યો છે કે H10N 3 સ્ટ્રેઇન હજુ સુધી વિશ્વમાં કોઈ વ્યક્તિમાં મળી આવ્યો નથી.