ભારતીય બેંકોમાંથી લગભગ 13500 કરોડ રૂપિયા લૂંટીને ફરાર થયેલા અબજોપતિ હીરા વેપારી મેહુલ ચોક્સી પર ભારત સરકારનો ગાળિયો કસાતો જઈ રહ્યો છે. મેહુલ ચોક્સી કેરિબિયાઈ દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં ભરતી છે અને તેના ભારત પ્રત્યાર્પણની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. મેહુલ ચોક્સીને એક અન્ય કેરિબિયાઈ દેશ એન્ટીગા એન્ડ બર્મુડાની નાગરિકતા પ્રાપ્ત છે જ્યાં તે પોતાની ગર્લફ્રેન્ડ બાર્બરા જરાબિકાની સાથે જલસા કરી રહ્યો હતો. એન્ટિગુઆ અને બાર્મુડના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન પ્રમાણે ચોક્સી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરાવવા અથવા ‘સારો સમય’ પસાર કરવા યોટ દ્વારા પાડોશી દેશ ડોમિનિકા ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો છે.
મેહુલના પકડાઈ ગયા બાદ હવે તેની ગર્લફ્રેન્ડ બાર્બરા જરાબિકા પણ ગુમ થઈ ગઈ છે. કેરિબિયાઈ મીડિયા પ્રમાણે બાર્બરા જરાબિકા એક પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર છે અને તેણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સથી અભ્યાસ કર્યો છે. ચોક્સીના વકીલોનું કહેવું છે કે મેહુલનું એન્ટિગુઆ અને ભારતીય એજન્સીઓ દ્વારા અપરહણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બાર્બરા જરાબિકા અને મેહુલ ચોક્સીની મુલાકાત ના થઈ શકી, કેમકે એ સમયે તે રેસ્ટોરન્ટ જઈ રહ્યો હતો તે સમયે તેનું અપહરણ કરી દેવામાં આવ્યું. વકીલોએ દાવો કર્યો કે મેહુલ અને બબારા બંને છેલ્લા એક વર્ષથી દોસ્ત હતા અને એન્ટિગુઆ અને બર્મુડાની આસપાસ મળતા હતા.
જોકે તેમણે એ નથી જણાવ્યું કે, મેહુલ અને બાર્બરા જરાબિકાની વચ્ચે બિઝનેસ, દોસ્તી અથવા કોઈ રોકાણ સંબંધિત સંબંધ હતો. મેહુલ ચોક્સીની હોટ ગર્લફ્રેન્ડ બાર્બરા જરાબિકા એક ઘણી જ આલીશાન જિંદગી જીવે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી જાણવા મળે છે કે તે લકઝરી યોટ દ્વારા દરિયાના મોજાઓનો આંનદ માણતી રહે છે. તેણે બુડાપેસ્ટની એક મોંઘી હોટલમાં રોકાયાની તસવીર પણ નાંખી છે. તો એક અન્ય તસવીરમાં તે હેલીકોપ્ટરમાં બેઠેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બાર્બુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને ખુલાસો કર્યો હતો કે કદાચ ચોક્સી પોતાની ગર્લફ્રેન્ડને ડિનર કરાવા અથવા સારો સમય પસાર કરવા પાડોશી દેશ ડોમિનિકા ગયો હતો.
ભાગેડુ મેહુલ ચોકસી પાસે વિષકન્યા કોણે મોકલી હતી ?!
મેહુલની આ હોટ ગર્લફ્રેન્ડ બાર્બરા બાદમાં લાપતા થઇ ગઇ