Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતનો વિકાસદર – 7.3% , અર્થવ્યવસ્થાને 40 વર્ષમાં સૌથી મોટું નુકશાન

ભારતનો વિકાસદર – 7.3% , અર્થવ્યવસ્થાને 40 વર્ષમાં સૌથી મોટું નુકશાન

અગાઉ 1979-80માં દુષ્કાળના લીધે -5.2% વિકાસદર રહ્યો હતો

- Advertisement -

કોરોનાની મહામારીના લીધે દેશની અર્થવ્યવસ્થા પર ખુબ ખરાબ અસર પડી છે. નાણાકીય વર્ષ 2021માં ભારતનો વિકાસદર – 7.3%એ પહોચ્યો છે. જે છેલ્લા 40 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. કેન્દ્ર સરકારે આ વર્ષના ફેબ્રુઆરીમાં પૂરા થતા નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 8 ટકાના ઘટાડાનું અનુમાન લગાવાયું હતું.

- Advertisement -

સરકારી માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3%નો ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2019-20માં ચાર ટકાનો વધારો નોંધાયો હતો. નેશનલ સ્ટેટેસ્ટીક ઓફિસ દ્વારા નાણાકીય વર્ષ 2020-21ની જીડીપી ગ્રોથરેટનો આ આંકડો જારી કર્યો છે. એનાથી ખબર પડે છે કે 1980-81 પછી પહેલી વખત જીડીપી નેગેટીવ રહેતાં ફસકી ગઈ છે. અર્થાત તેમાં વધારો થવાને બદલે ઘટાડો થયો છે. આઠ મજબૂત સેક્ટરો કોલસા, ક્રૂડ, પ્રાકૃતિક ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ફર્ટિલાઈઝર, સ્ટીલ, સિમેન્ટ, વીજળીની ગ્રોથરેટ માર્ચમાં 11.4 ટકાના મુકાબલે એપ્રિલમાં 56.1 ટકા રહી છે. નેચરલ ગેસ, સ્ટીલ, સીમેન્ટ અને વીજળીનું પ્રદર્શન સારું રહ્યું છે.           

કોરોના વાયરસના પરિણામે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દર પર અસર થઇ છે.જેના લીધે સરકારના ખર્ચમાં મોટો વધારો થયો છે. વર્ષ 2020-21ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં વૃદ્ધિદર આંચકા સાથે 24.38 હતો. દેશનું આર્થિક નુકશાન 78હજાર કરોડ રૂપિયા થયું છે. જે ગયા વર્ષે થયેલ નુકશાન 2.9લાખ કરોડ રૂપિયા કરતા ઓછુ છે.ઘટાડાની દ્રષ્ટિએ, છેલ્લા 40 વર્ષમાં અર્થતંત્રનો આ સૌથી ખરાબ તબક્કો છે. અગાઉનો વિકાસ દર 1979-80માં -5.2% નોંધાયો હતો. આનું કારણ દુષ્કાળ હતું. આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવ પણ બમણા થયા હતા. તે સમયે કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર હતી, જે 33 મહિના પછી પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular