જામનગર શહેરમાં આવેલા પેનોરમા કોમ્પલેક્ષમાં 308 નંબરની ઓફિસમાંથી રેઈડ દરમિયાન પોલીસે રૂા.8500 ની કિંમતની 17 બોટલ દારૂ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જામનગરના દિ.પ્લોટ 58 માથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2,500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા શખ્સની અટકાયત કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા અંબર ચોકડી નજીક આવેલા પેનોરમા કોમ્પલેક્ષમાં ઓફિસ નં.308 માં માઁ ભવાની એન્ટરપ્રાઈઝમાં પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.8,500 ની કિંમતની દારૂની 17 બોટલો મળી આવતા પોલીસે દારૂ કબજે કરી આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાંથી પસાર થતા વિનોદ ઉર્ફે વિનુ નારણ નાખવા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની દારૂની પાંચ બોટલ મળી આવતા કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જીતુ બાબલી પાસેથી ખરીદ્યાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે જીતુ બાબલીની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.