Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરિઝર્વ બેંકના ગવર્નર સહિતના પદાધિકારીઓ વિરૂધ્ધ કોર્ટના તિરસ્કારની સંખ્યાબંધ અરજીઓ

રિઝર્વ બેંકના ગવર્નર સહિતના પદાધિકારીઓ વિરૂધ્ધ કોર્ટના તિરસ્કારની સંખ્યાબંધ અરજીઓ

- Advertisement -

લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં આપેલા આદેશનો ભંગ કરીને અરજદારોના બેન્ક ખાતાને નોન પફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, ઇન્ડિયન બેન્ક એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ તેમજ અન્યો સામે અદાલતના આદેશના તિરસ્કારની કાર્યવાહી કરવાની માગણી સાથે સંખ્યાબંધ અરજી દાખલ થઇ છે.

મહારાષ્ટ્રના લાતુર ખાતેના અરજદારો મેસર્સ અઝીઝ ટ્રેડિંગ કંપની, ઉમરાઝ ટ્રેડિંગ કોર્પોરેશન, અજય હોટેલ એન્ડ રેસ્ટોરન્ટે તેમના વકીલ વિશાલ તિવારી મારફતે આ અરજીઓ દાખલ કરેલી છે. અરજીમાં અરજદારે જણાવ્યું છે કે, ‘પ્રતિવાદીઓ- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, ઇન્ડિયન બેન્ક એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ આ કોર્ટે કરેલા આદેશનું પાલન દેશભરમાં કરવા માટે ફરજથી બંધાયેલા હતા, પરતું તેઓએ ઇરાદાપૂર્વક એમ નથી કર્યું.’

તિવારીએ અરજીમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે 3 સપ્ટેમ્બર 2020ના રોજ કરેલો આદેશનો અમલ તમામ ધિરાણકર્તા સંસ્થા અને બેન્કે દેશભરમાં કરવાનો હતો. તે ચુકાદો કોવિડ-19 મહામારી દરમિયાન તમામ લોન ખાતાધારકોને નાણાકીય સંકટમાં રાહત આપવાની તરફેણમાં હતો. આરબીઆઈના ગવર્નર અને અન્ય અધિકારીઓ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના આદેશોની અવગણના કરવામાં આવી હતી જે ગ્રાહ્ય નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular