ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્હીથી આવેલી કેન્દ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે.શુક્રવારે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઈ ગઈ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેકટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરુરી માહિતી એકત્ર કરી હતી.
કેન્દ્રીય ટીમના સભ્યોએ અમરેલી જિલ્લાના તાઉ-તે પ્રભાવિત રાજુલાના કોવાયા, જાફરાબંદર, ધારાબંદર વિસ્તારની મુલાકાત કરી હતી. વાવાઝોડાનાને કારણે દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતાં રાજ્ય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમોનો મોટો કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કર્યો હતો.
અમરેલી જિલ્લાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં સર્વેની કામગીરી માટે આવેલી કેન્દ્રીય ટીમ સાથે ગુજરાત સરકારના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. અમરેલી કલેકટર દ્વારા જિલ્લામાં થયેલી નુકસાનીની વિગતોથી ટીમના સભ્યોને વાકેફ કરાયા હતા.
રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત અગ્રણી રમેશ વસોયાએ કહ્યું હતું કે માત્ર જાફરાબાદમાં અધિકારીઓ આંટા મારે છે, અહીં ગામડામાં ખેડૂતની શું હાલત છે? એ કોઈ જોતું નથી.
અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલ જાફરાબાદ બંદર પર અતિ ભારે નુકસાન સામે આવી રહ્યું છે ત્યારે સરકારના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ નેતાઓ સતત જાફરાબાદ વિસ્તારની મુલાકાતો લઈ રહ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જાફરાબાદની ગ્રાઉન્ડ ઉપરની સ્થિતિ શુ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અલગ અલગ 3 લોકેશન પર જાફરાબાદ શહેરમાં મુલાકાત કરી ચારે તરફ બંદર અને જેટી પર નુકસાન અંગે ચર્ચાઓ કરી હતી. ઉપરાંત કેટલી બોટો તૂટી ગઈ કેટલી તણાય તે બધી બાબતે માછીમારો દ્વારા રજૂઆતો કરાય હતી. જાફરાબાદ લાલબત્તી વિસ્તાર અને જેટી લાઈટ હાઉસ રોડ પર મુલાકાત કરી હતી દરેક જ્ઞાતિના માછીમાર અગ્રણી ઓ પણ ઉપસ્થિત રહ્યા ગત અને દરેક અગ્રણી ઓ દ્વારા રજૂઆતો કરવામા આવી હતી.
માછીમારો દ્વારા રજૂઆત કરવામા આવીમાછીમારો દ્વારા તાત્કાલીક જેટી પર ડ્રેજિંગ કરો, સમારકામ કરો અને બોટો અને માછીમારો ને નુકસાન અંગે તાકીદે સહાય પેકેજ જાહેર કરવા રજુઆત કરવામા આવી હતી.માછીમારોએ કરોડો રૂપિયાની નુકસાન થઈ હોવાની રજૂઆત કરી હતી.માછીમાર આગેવાનોએ કહ્યું કે, તમામ બોટમાં નુકસાન છે. સરકાર વહેલીતકે સહાય જાહેર કરી માછીમારોને ફરી બેઠા કરવામા મદદ કરે.
કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ માછીમારોને જરુરી મદદ મળી રહે તે માટે મુખ્યમંત્રી સાથે બેઠક કરી રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
નુકસાનીનો સરવે કરવાની દિલ્હીની વિશિષ્ટ સ્ટાઇલ
કેન્દ્રીય ટીમના અધિકારીઓએ અસરગ્રસ્તોની મુલાકાત ન લીધી, સ્થાનિક અધિકારીએ આપેલી વિગતો લઇ ટીમ જતી રહી!