Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅયોધ્યામાં બની રહેલી મસ્જીદ માટે દાન આપવા પર ટેક્સ નહી લાગે

અયોધ્યામાં બની રહેલી મસ્જીદ માટે દાન આપવા પર ટેક્સ નહી લાગે

અત્યાર સુધી આટલી રકમ એકત્રિત થઇ

અયોધ્યામાં બની રહેલી મસ્જીદના નિર્માણ કાર્યમાં દાન આપનારાઓ માટે ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી છે. મસ્જીદના નિર્માણ કાર્યના ટ્રસ્ટ દ્રારા આ જાણકારી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્રારા કહેરવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80જી અંતર્ગત દાનમાં ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી છે.

- Advertisement -

સરકારે મસ્જિદના નિર્માણમાં ફાળો આપનારાઓને ટેક્સમાંથી છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદ કેસમાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવી હતી. આ પ્રોજેક્ટની દેખરેખ રાખનારા ટ્રસ્ટ, ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (આઈઆઈસીએફ) એ પહેલા તેના માટે અરજી કર્યાના નવ મહિના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે અયોધ્યાના રામ મંદિર માટે પણ આવી જ છૂટ આપવામાં આવી હતી. ટ્રસ્ટના સેક્રેટરી અથર હુસેને કહ્યું કે શુક્રવારે તેને આ અંગે મંજુરીપત્રક મળ્યું છે. હુસેને કહ્યું, “અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયા મળ્યા છે. અમે ચેરિટી માટે કોઈ અભિયાન શરૂ કર્યું નથી. બધા શુભેચ્છકોએ સ્વેચ્છાએ દાન આપ્યું છે. “તાજેતરમાં, આઈએસસીએફે મસ્જિદના નિર્માણની યોજના અયોધ્યા વિકાસ ઓથોરિટીને મોકલી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ તેમજ રીસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ મસ્જીદમાં એકી સાથે 2000 લોકો નમાઝ કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular