Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતફોરેસ્ટ, પોલીસ અને ARTO સહિતની GPSCની 21 પરિક્ષાઓ જૂન મહિનામાં લેવાશે

ફોરેસ્ટ, પોલીસ અને ARTO સહિતની GPSCની 21 પરિક્ષાઓ જૂન મહિનામાં લેવાશે

- Advertisement -

ગુજરાતના લાખો યુવાઓ સરકારી નોકરી માટે તૈયારીકરી રહ્યા છે અને અનેક ભરતી પરીક્ષાના ફોર્મ ભરાઇ ગયા હતા પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી ભરતી પ્રક્યિા અટકી ગઇ હતી, સરકારી નોકરી માટે મહેનત કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર છે, કોરોનાના કેસ ઘટતા આગામી જૂન મહિનાથી ભરતી પરીક્ષાઓ શરૂ થશે.

હાલમાં રાજયમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને આગામી મહિનામાં રાજયમાં 1 હજારથી ઓછા કેસ નોંધાશે તેવી આશા સેવાઇ રહી છે ત્યારે જીપીએસસી પણ જૂન મહિનાથી ભરતી પરીક્ષા શરૂ કરવાની આયોજન કરી રહ્યું છે.

આ પ્રકારની પરિક્ષાઓમાં ફોરેસ્ટ ઓફિસર, આસિન્ટન્ટ ઇજનેર જીઅમેસી, પોલીસ ઇન્સ્પેકટર(ફિઝિકલ), વર્ગ-1 અને 2 (મેઇન્સ), એસટીઆઇ(મેઇન્સ), ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3, ખેતી અધિકારી વર્ગ 2, એઆરટીઓ, સંશોધન અધિકારી વર્ગ-2, ટેકિનકલ પોસ્ટની અન્ય 12 પરીક્ષાનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular