Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજકોટ ડિવિઝન દ્વારા ઓક્સિજન એકસપ્રેસ દોડાવવામાં અડધી સદી કરી

રાજકોટ ડિવિઝન દ્વારા ઓક્સિજન એકસપ્રેસ દોડાવવામાં અડધી સદી કરી

51 ઓક્સિજન એકસપ્રેસ ટે્રન મારફત આઠ રાજ્યોમાં 5100 ટન પ્રાણવાયુ મોકલાયો : હાપાથી 37 તથા કાનાલુસથી 14 ઓક્સિજન એકસપ્રેસ ટે્રન દોડાવાઈ

- Advertisement -

ભારતીય રેલવે દેશભરના વિવિધ રાજ્યોમાં મિશન મોડમાં લિક્વિડ મેડીકલ ઓસિકજન પહોંચાડી રાહત પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે પ.રેલવેના રાજકોટ ડીવીઝને ઓસિકજન એકસપ્રેસ ટે્રન દોડાવવામાં અડધી સદી લગાવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 51 ઓકિસજન એકસપ્રેસ ટે્રન દોડાવી અત્યાર સુધીમાં કુલ 8 રાજ્યોમાં અંદાજે 5100 ટન પ્રાણવાયુની સપ્લાય પૂરી પાડી છે. જેમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર ખાતે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો.

રાજકોટ ડિવિઝનના રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલએ જણાવ્યું હતું કે, 25 એપ્રિલના રોજ રાજકોટ ડિવિઝન દ્વારા એક નવું સીમાચીન્હ મેળવ્યું હતું. જેમાં ઓકિસજન ટેન્કરોથી ભરેલા ટ્રકોને બીડબલ્યુટી વેગનમાં નવીન પ્રયાસોથી રો-રો સર્વિસથી રોડ કરી ઓકિસજન એકસપ્રેસ ટે્રન હાપાથી કાલંબોલી (મહારાષ્ટ્ર) સુધી રવાના થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટ ડિવિઝન દ્વારા કુલ 51 ઓકિસજન એકસપ્રેસ ટે્રનનું સંચાલન કરવામાં આવ્યું છે.

269 ઓકિસજન ટેન્કરો દ્વારા અંદાજે 5,100 ટન લિકિવડ મેડીકલ ઓકિસજનની વિવિધ રાજ્યોને સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ 51 ટે્રનોમાં હાપાથી 37 ટે્રન તેમજ રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલૂસથી 14 ટે્રન દોડાવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ ડિવિઝન દ્વારા 28 મે ના રોજ ત્રણ ઓકિસજન ટે્રન દોડાવવામાં આવી હતી. જેમાં પ્રથમ ટે્રન કાનાલુસથી આંધપ્રદેશ માટે દોડાવાઈ હતી. જેમાં ચાર ટેન્કરો દ્વારા 72.07 ટન ઓકિસજન મોકલવામાં આવ્યો હતો. બીજી ટે્રન કાનાલૂસથી કર્ણાટક માટે દોડાવાઈ હતી. જેમાં છ ટેન્કરો દ્વારા 109.84 ટન તેમજ ત્રીજી ટે્રન હાપાથી દિલ્હી કેન્ટ માટે દોડાવાઈ હતી. જેમાં સાત ટેન્કરો દ્વારા 141.90 ટન ઓકિસજન મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓકિસજનની જરૂરિયાતને ધ્યાને લઇ આ ટે્રનોને વહેલીતકે પહોંચાડવા ગ્રીન કોરીડોર અંતર્ગત રવાના કરાઈ હતી.

મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ દિવસ-રાત ઓકિસજન એકસપ્રેસ ટે્રન ચલાવવા માટે જોડાયેલા રેલવે કર્મચારીઓ તથા અધિકારીઓને શુભેચ્છા આપતા ડીઆરએમ ફુકવાલએ તેમનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular