Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયની તમામ બિલ્ડીંગોનું વર્ષમાં બે વખત થશે ફાયર ઇન્સ્પેકશન

રાજયની તમામ બિલ્ડીંગોનું વર્ષમાં બે વખત થશે ફાયર ઇન્સ્પેકશન

આઠ મહાનગર પાલિકાઓમાં 250 ફાયર સેફટી ઓફિસરો નિમાશે

- Advertisement -

ગુજરાતની વિવિધ ઈમારતો અને હોસ્પીટલોમાં વધતા આગના બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યભરના તમામ બિલ્ડીંગોમાં વર્ષમાં બે વખત ફાયર ઈન્સ્પેકશન ફરજીયાત બનાવ્યુ હોવાનું જાણવા મળે છે. જો આ દરમિયાન કોઈ ચૂક કે લાપરવાહી જોવા મળી તો જે તે બિલ્ડોંગ સીલ કરી દેવા સુધીની સરકારની તૈયારી છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકારને આ મામલે ઠપકો મળતા સરકારે ફાયર સેફટી સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

ગુજરાત સરકારે તમામ ફાયર સેફટી ઓફિસરોને આ અંગે ઓથોરાઈઝડ પણ કર્યા છે તેઓ તમામ બિલ્ડોંગોનું ઈન્સ્પેકશન કરશે. એટલુ જ નહિ તેઓ ફાયર સેફટી પ્લાન પણ તૈયાર કરશે તેવુ સૂત્રોએ જણાવ્યુ છે. પ્રારંભિક તબક્કે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 250 જેટલા ફાયર સેફટી ઓફિસરોને આ બાબતની સત્તા આપવામાં આવશે.

સરકાર દ્વારા રજીસ્ટર્ડ પામેલા આ ફાયર સેફટી ઓડિટરો જે તે બિલ્ડીંગના માલિકો અથવા તો મેનેજરો પાસેથી ફી ચાર્જ કરશે. આ ઉપરાંત જે ઉદ્યોગોમાં કેમીકલ અને ફટાકડાનું ઉત્પાદન થતુ હોય ત્યાં આ ઓફિસરો પણ તપાસ માટે જશે. ગુજરાતમાં આગ અંગેના નીતિનિયમો અને એનઓસીના મામલાનો ભંગ થઈ રહ્યો હોવાનું જાણવા આવતા રાજ્ય સરકારે ધ ગુજરાત ફાયર સેફટી પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર્સ રેગ્યુલેશન્સ-2021ની રચના કરી હતી. જેમાં આ બધી વિગતોનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ બાબતના રેગ્યુલેશન હેઠળ ફાયર સેફટી ઓફિસર દ્વારા વિગતવાર રીપોર્ટ આપવામાં આવ્યા બાદ નવા બિલ્ડોગ માટે એનઓસી આપવામાં આવશે. જે મ્યુ. કોર્પો. મારફત અપાશે. આ અંગેની રીન્યુઅલ પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન હશે જે અગ્નિશામક વિભાગ સાથે જોડાયેલ હશે.

ફાયર સેફટી ઓફિસર દ્વારા વિગતવાર રીપોર્ટ અપાયા બાદ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ઓફિસર એનઓસી રીન્યુ કરશે. રીન્યુઅલ પ્રોસેસમાં ફાયર સેફટી ઓફિસરની ભૂમિકા મહત્વની બનશે. તેઓ ચેકીંગ હાથ ધરશે અને ફાયર સેફટી પ્લાન ઘડશે. બિલ્ડીંગ ફાયર સેફટી ટીમની રચના કરવામાં આવશે જેમાં ફાયર સેફટી ડાયરેકટર, ડે. ફાયર સેફટી ડાયરેકટર, ફાયર વોર્ડન અને તેઓના ડેપ્યુટી પણ હશે. એટલુ જ નહિ બિલ્ડીંગ સુપરવાઈઝર અને ફાયર પાર્ટી પણ હશે. માત્ર અમદાવાદમાં જ દર વર્ષે 40,000 એનઓસી ઈશ્યુ કરવામાં આવે છે. ફાયર બ્રિગેડ સ્ટાફ ઈન્સ્પેકશન કરે છે અને પછી રીપોર્ટ આપે છે. હવે ફાયર બ્રિગેડ ઉપર સ્ટાફ પરનો બોજો હળવો થશે. ફાયર સેફટી ઓફિસરોની 3 કેટેગરી હશે. જેમાં બેઝીક, એડવાન્સ અને સ્પેશ્યલાઈઝડ હશે. જેમાં બેઝીક ઓફિસરોને લો-રાઈઝના મકાનોનો હવાલો સોંપાશે. જ્યારે એડવાન્સ ઓફિસરોને 10 માળ સુધીના બિલ્ડોંગોની તપાસણીનુ કામ સોંપાશે. જ્યારે સ્પેશ્યલાઈઝડ ઓફિસરો સ્પેશ્યલ બિલ્ડીંગો અને ભવિષ્યમાં ઉભા થનાર ગગનચુંબી બિલ્ડીંગોનુ કામ સંભાળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular