સિકકા ગામથી પંચવટી તરફ઼ જતાં રસ્તા ઉપર આવેલ રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરી દેતા રાહદારીઓ પરેશાન થઇ રહ્યાં છે. આ અંગે રેલવેના કર્મચારીઓને રજૂઆત કરવામાં આવતાં રેલ્વેના કર્મચારીએ જણાવેલ કે, અમો 10વાગ્યાથી રાત્રિના એક વાગ્યા સુધીની પરમિશન લીધેલ છે. એવામાં જો કોઈ ઇમરજન્સી સી.એચ.સી.હોસ્પિટલમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે સિક્કા નાગરિકો પરેશાન થઇ રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ આવા કામો રાત્રિનાં 12 વાગ્યા પછી કરવામાં આવે તો લોકોને કોઇ સમસ્યા ન નડે તેમ સામાજિક કાર્યકર સલીમ મુલ્લાએ જણાવ્યું છે.