જામનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક એન્જિનિયરની જગ્યા તાત્કાલિક ધોરણે ભરવા વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કુલ પાંચ જગ્યામાંથી એક જગ્યામાં સીટી એન્જિનિયર નિમણૂંક થઇ હોય, બાકીની ચાર કાર્યપાલક એન્જિનિયરની જગ્યા ખાલી હોય જેના કારણે કોઇપણ પ્રકારના કામકાજ થતાં ન હોય અને કોર્પોરેશન ચાર્જમાં ચાલતુ હોય અને લાયકાત વગરના લોકોને હોદા ઉપર બેસાડી દેવામાં આવે છે. જેથી બાકી ચાર કાર્યપાલક એન્જિનિયરની જગ્યા અનુભવ લાયકાત અને સિનિયોરીટી પ્રમાણે તાત્કાલિક ધોરણે ભરવા માંગણી કરવામાં આવી છે.