જામનગર જી.જી.હોસ્પિટલના સુપ્રીટેન્ડ દ્વારા પાયલોટ ડેની ઉજવણીના ભાગરૂપે 108ની ટીમને બિરદાવી તેમનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોરોના મહામારી દરમ્યાન પણ 108ની ટીમ ખડે પગે રહી હતી. કોરોનાકાળ દરમ્યાન દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
108 એમ્બ્યુલન્સ સેવા ના પાયલોટની કામગીરી બિરદાવવાના હેતુ થી દર વર્ષે 26મે નો દિવસ પાયલોટ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેમાં જામનગર ખાતે એમ.પી.શાહ કોલેજ ના હોલ મા આ વર્ષે 108 ની સારી કામગીરી બિરદાવવા હેતુથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ જી.જી.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.દિપક તિવારી, CDHO ડો.બિરેન મણવર, સિનિયર પ્રોફેસર ડો.ઘાંચી તેમજ GVK EMRI ના સિનિયર નરેન્દ્રસિંહ ગોહિલની હાજરીમા કોરોના કાળમા ઉત્તમ કાર્ય કરનાર EMT અને પાયલોટને અવોર્ડ અને ગિફ્ટ આપી તેમના કાર્યને નવાજવામાં આવ્યા હતા. તેમજ દરેક સ્ટાફ ને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ કોરોના કાળ મા દર્દીની સારવાર કરતા મેડિકલ સ્ટાફનું દેહાંત થયું હોય એમની આત્માની શાંતિ માટે 1 મિનિટ નું મૌન પણ રાખવામાં આવ્યું હતું.