Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ,8ના મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ,8ના મોત

હુમલાખોર પણ માર્યો ગયો

- Advertisement -

અમેરિકાના સાન જોસમાં એક રેલ યાર્ડમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 8 લોકોનાં મોત નીપજ્યાં. સાન્તા ક્લારા કાઉન્ટીના શેરિફના પ્રવક્તા ડેપ્યુટી રસેલ ડેવિસે જણાવ્યું હતું કે બુધવારે વૈલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી લાઇટ રેલયાર્ડ ખાતે ગોળીબારમાં શંકાસ્પદ પણ માર્યો ગયો હતો.

- Advertisement -

અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યના સાન હોઝે શહેરમાં બુધવારે એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. સાન્ટા ક્લારા શેરિફની ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું ‘મૃતકોમાં મોટા ભાગના લોકો ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના કર્મચારી છે. તેઓ સવારે ડ્યૂટી પૂરી કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા.  આ ઘટના અમેરિકન સમય અનુસાર સવારે 6.15 વાગ્યે બની. અહીં રેલવે યાર્ડમાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. અચાનક એક વ્યક્તિએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 8લોકોના મૃત્યુ નીપજ્યા છે.

હજુ સુધી હુમલાખોરની ઓળખ જાહેર કરવામાં આવી નથી. શા માટે ફાયરિંગ થયું તે પણ સામે આવ્યું નથી. પર્નાતું હુમલાખોર જયારે નાસ્સ્વાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેને ઠાર કરી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular