તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણું નુકશાન થયું છે. જેમાં ખેડૂતોને સૌથી વધુ નુકશાન થયું છે તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના ૮૬ તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.
જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આજે આ કામગીરી પૂર્ણ થઇ જશે. ત્યારબાદ ખેડૂતોને એક સપ્તાહની અંદર આ સહાય મળી જશે. આ પૈસા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
જાણો ખેડૂતોને કેટલી સહાય મળશે
33 ટકા નુકસાન હશે તેવા ખેડૂતના તમામ બાગાયતી પાકના વૃક્ષો નાશ પામ્યો હોય તો હેકટરદીઠ રૂ.1 લાખ મહત્તમ બે હેકટર સુધી અપાશે.
બગાયતી પાકમાં વૃક્ષ ઊભું હોય પણ પાક ખરી ગયો હોય તો 30 હજાર પ્રતિ હેકટરદીઠ
ઉનાળું પાક જેવા કે બાજરો,કઠોળ સહિતના પાકમાં પ્રતિ હેકટરદીઠ 20 હજાર અપાશે.
આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
ઉનાળુ કૃષિ પાકોમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.
વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે.