Sunday, December 29, 2024
Homeરાષ્ટ્રીયCBIને મળ્યાં નવા ચીફ

CBIને મળ્યાં નવા ચીફ

- Advertisement -

વર્ષ 1985 બેંચના IPS સુબોધ કુમાર જયસ્વાલને CBIના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સોમવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રમના અને લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ ભાગ લીધો હતો. CBI ડાયરેક્ટરની સ્પર્ધામાં ઉત્તરપ્રદેશના DGP એચસી અવસ્થી, SSBના DG કુમાર રાજેશ ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ વીએસકે કૌમુદી આગળ ચાલતા હતા, પણ અંતે સુબોધ કુમાર જયસ્વાલના નામ પર મહોલ લાગી છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે. સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્રના DGP અને ATS ચીફ રહી ચૂક્યા છે. અત્યારે CISFના વડા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular