જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. 16/03/2021 નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયેલ છે. જે બાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કમ્પનીના એજીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવેલ.ત્યારે એન્જીનીયર દ્વારા જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોય કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાર્ટ્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી તેમજ મશીન બંધ પડેલ હોય તેને પુનઃ કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી. આથી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત રૂ.18 કરોડ જેટલી થાય છે તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલને ફાળવવા અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. અત્રે સુવિદિત છે કે આ પ્રકારની ખરીદી માટે સરકારમાં એક નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે. હાલ જામનગરની ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલમાં સદરહુ નવું એમ.આર.આઈ મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પૂર્ણ થયે જેમ બને તેમ ઝડપથી જામનગરને નવું એમ.આર.આઈ.મશીન ફાળવી આપવામાં આવશે. આ દરમિયાન હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ કે સારવાર માટે આવતા દર્દીઓને એમ.આર.આઈ કરવાની જરૂરત પડે તેવા સંજોગોમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ અને મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર , જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યું છે.જે રીતે હોસ્પિટલ બિલ્ડીંગ માં એમ.આર.આઈ. થતું હતું તે જ રીતે હાલ મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર , જામનગર ખાતે થઈ રહ્યું છે.જેનો દર્દીઓ લાભ લઇ શકશે.