વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અગાઉ સ્વીકાર્યું હતું કે કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાય છે. અને તેના પુરાવા પણ સામે અવ્યા છે. ત્યારે સરકાર તરફથી આજે જાહેર કરવામાં આવેલ નવા કોવિડ પ્રોટોકોલમાં WHOની જાણકારીને પણ સામેલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે Sars-Cov-2 હવાના માધ્યમથી ફેલાઈ શકે છે.
સરકારે નવા કોવિડના પ્રોટોકોલમાં ડબ્લ્યૂએચઓની જાણકારીને સામેલ કરી છે. અને કહ્યું છે કે કોરોના હવાથી ફેલાય છે. આ ઉપરાંત નવા નિયમોમાં સરકારે સ્ટેરોઈડ, રેમડેસિવિર અને ટોસીલિડજુમૈબ દવાના યોગ્ય રીતે ઉપયોગની વાત કરી છે. સરકારે બીમારીમાંથી સાજા થયા બાદ જટિલતાઓથી બચવા માટે દવાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે કહ્યું છે.
સરકારે બીમારીમાંથી સાજા થયા બાદ જટિલતાઓથી બચવા માટે દવાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા માટે કહ્યું છે. એક્સપર્ટસ આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે કોવિડ 19થી લડી રહેલા દર્દીઓની સરવારમાં ઉપયોગમાં લેવાતા સ્ટેરોઈડ્સ બ્લેક ફંગસનું મોટુ કારણ બની શકે છે. દેશમાં સતત મ્યૂકરમાઈકોસિસના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા એઈમ્સના નિદેશક ડોક્ટર ગુલેરિયાએ પણ સ્ટિરોયડનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા સલાહ આપી હતી.
દેશમાં રિકવરી રેટ વધીને 89.66 ટકા પર પહોંચી ગયો છે. અઠવાડિયામાં પોઝિટિવ રેટ 11.45 ટકા દૈનિક દર 9.42 ટકા પર છે. સતત 2 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો બનેલો છે.