Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકોરોનાને ભૂલાવી દે તેવો નવો વાયરસ આવવાની સંભાવના: WHO

કોરોનાને ભૂલાવી દે તેવો નવો વાયરસ આવવાની સંભાવના: WHO

ભારતની કોવેકસીન રસી અંગેના વધુ દસ્તાવેજો માંગતી આરોગ્ય સંસ્થા

- Advertisement -

કોરોના વાયરસથી ત્રાહિમામ પોકારી ચૂકેલી દુનિયાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના કરતાં પણ વધુ ઘાતક વાયરસની ચેતવણી આપી છે.
ડબલ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ ગ્રેબેયસસે સંગઠનના તમામ 194 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં ચેતવણી આપી કે દુનિયા હજુ ખૂબ જ ખતરનાક સ્થિતિમાં રહેશે. અમેરિકા સહિતના દેશોને તેમણે ચેતવ્યા કે કોરોના વાયરસની વેક્સિન લગાવી દીધા પછી પણ ખતરો ખત્મ નહીં થાય. કોરોના વાયરસ અને તેના સ્વરૂપ ફેલાઈ રહ્યા છે તેવી સ્થિતિમાં બેદરકારી દાખવવાની કોઈ જગ્યા ન હોવી જોઈએ. કોઈ ભૂલ ન કરે, આવું પહેલીવાર નથી થઈ રહ્યું જ્યારે દુનિયા કોઈ મહામારીનો સામનો કરી રહી છે. વધુ એક વાયરસ આવી શકે છે જે કોરોના કરતાં વધુ સંક્રમક અને ઘાતક હશે.

- Advertisement -

ડબલ્યુએચઓના ચીફે કોરોના વાયરસની વેક્સિનની સંગ્રહાખોરી કરનારા દેશોની ઝાટકણી કાઢી કહ્યું કે વેક્સિન વિતરણમાં અપમાનજનક અસમાનતા ઉભી થઈ છે. દુનિયાની કુલ 7પ ટકા કોરોના વેક્સિન દુનિયાના માત્ર 10 દેશમાં જ લગાવવામાં આવી છે. વેક્સિનનો સંગ્રહ કરનારા દેશો ગરીબ દેશોને તેનું દાન કરે.

કોરોના વાયરસ સામે ભારતની સ્વદેશી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ભારત બાયોટેક પાસે વધુ માહિતી માગી છે.

ડબલ્યુએચઓ અનુસાર વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સમાવિષ્ટ કરવા મંજૂરીની પ્રક્રિયા ગુપ્ત હોય છે. જો મૂલ્યાંકન માટે જમા કરાવવામાં આવેલા દસ્તાવેજો જરૂરી માપદંડ પૂરા કરતા હશે તો સંગઠન તેના વ્યાપક પરિણામ જાહેર કરશે. ભારત બાયોટેકે 19 એપ્રિલે ઈઓઆઈ જમા કરાવ્યો હતો પરંતુ તેની પાસેથી હજુ વધુ માહિતી જોઈશે. બીજીતરફ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કેન્દ્ર સરકારને જણાવ્યું કે તેણે ડબલ્યુએચઓને 90 ટકા દસ્તાવેજ સોંપી દીધા છે અને બાકીના જૂન સુધીમાં જમા કરાવવામાં આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular