કોરોના વાયરસની બીજી લહેરમાં જે લોકો સ્વસ્થ થયા છે તેના પર હવે મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લેક ફંગસનો ખતરો વધી રહ્યો છે. કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે બ્લેક ફંગસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. ત્યારે રાજકોટ માંથી એક એવો કેસ સામે આવ્યો છે જે સતત 5મહિનાથી બ્લેક ફંગસનો શિકાર છે. અને અત્યાર સુધીમાં તેની 6 સર્જરી કરવામાં આવી છે. અને હવે 7મી વખત સર્જરી કરવામાં આવશે.
રાજકોટના રહેવાસી એક યુવાન વિમલ દોશી કોરોના સંક્રમિત થયો હતો. વિમલે કોરોનાને મ્હાત આપી હતી પરંતુ છેલ્લા પાંચ મહિનાથી બ્લેક ફંગસ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે બ્લેક ફંગસના સતત વધતા સંક્રમણથી પરેશાન છે. વિમલને પણ અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 39 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. વિમલે આ પાંચ મહિના દરમિયાન 6 સર્જરી પણ કરવી છે. હવે 7મી સર્જરી થવાની છે.
વિમલ દોષીની પત્ની ચાંદનીએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટનાં છે. વિમલ કામના કારણે અમદાવાદ રહેતો હતો. અમદાવાદમાં જ નવેમ્બર મહિનામાં તે કોરોના સંક્રમિત થયો હતો. કોરોનાની સારવાર 15 દિવસ સુધી ચાલી હતી. આ સમય દરમિયાન તેમને ઓક્સિજનની સાથે સ્ટેરોઇડ્સ પણ આપવામાં આવ્યા હતા. બાદમાં તેને બ્લેક ફંગસના લક્ષણો જોવા મળ્યા હતા. અને તેની નાકની સર્જરી કરવામાં આવી હતી, ત્યાર બાદ આંખની, બાદમાં નાક અને તેની આજુબાજુની સર્જરી કરવામાં આવી હતી. અને હવે તેનું સંક્રમણ મગજ સુધી પહોચી ગયું છે.
વિમલ દોશી અને તેની પત્ની અત્યારે આણંદમાં જ રહે છે.તેની સારવારમાં સારવારમાં બચત તો પૂરી થઇ ગઇ, સાથે તેમને તેમનુ ઘર પણ વેચવુ પડ્યુ. સારવારમાં અત્યાર સુધીમાં લગભગ 41 લાખ રૂપિયા ખર્ચ થઇ ગયા છે અને હજી પણ આશરે 10 થી 15 લાખ રૂપિયાની જરૂર છે.
ડોક્ટરે જણાવ્યું કે વિમલની અત્યાર સુધીની છ મોટી સર્જરી કરવામાં આવી છે. વિમલની પત્ની ચાંદનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમની ચાર લેપ્રોસ્કોપી, એક ફોરહેડ સર્જરી અને બ્રેન સર્જરી થઇ ચુકી છે. અને હવે ટૂંક સમયમાં 7મી સર્જરી કરવામાં આવશે.