રાજસ્થાન રાજ્યના રાજસમંદ વિસ્તાર માંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. જ્યાં 10 દિવસ પૂર્વે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. અને અચાનક તે વ્યક્તિ 10 દિવસ બાદ ઘરે પરત ફરતા પરિવારજનો હેરાન થઇ ગયા હતા. આ વ્યક્તિના ભાઈ અને બાળકોએ મુંડન પણ કરાવી દીધું હતું અને ઘરમાં શોકનો માહોલ હતો.
11મે ના રોજ રાજસ્થાનના મોહી રોડ પરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને 108 મારફતે જીલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાશન દ્રારા કાંકરોલી પોલીસને મૃતદેહની ઓળખ કરવા અંગે જણાવ્યું હતું. પોલીસે અનેક પ્રયાસો કર્યા છતાં પણ તેની ઓળખ ન થઇ શકી. બાદમાં 15મે ના રોજ હેડ કોન્સટેબલ હોસ્પિટલ પહોચ્યા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ફોટાના આધારે પોલીસે કાંકરોલીમાં રહેતા ઓમકારલાલના ભાઈ નાનાલાલ અને તેના પરિવારજનોને બોલાવ્યા.નાનાલાલે પોલીસને જણાવ્યું કે તેના ભાઈ ઓમકારલાલના હાથમાં કાંડાથી કોણી સુધી જમણા હાથમાં મોટું નિશાન છે અને ડાબા હાથની બે આંગળીઓ વળેલી છે. અને તેના પરિવારજનોને પોલીસ અને હોસ્પિટલ પ્રશાશન દ્રારા જે મૃતદેહ મળી આવ્યો હતો તે સોંપી દેવામાં આવ્યો. અને પરિવારજનોએ પણ તેને ઓમકારલાલ સમજી મૃતદેહનો સ્વીકાર કરી તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
અને તેની અંતિમક્રિયા થઇ ગયા બાદ 10માં દિવસે તે ઘરે પરત ફરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પોલીસને તેણે જણાવ્યું કે પરિવારજનોને જાણ કર્યા વગર તેઓ ઉદયપુર ગયા હતા અને તેની તબિયત ખરાબ થતાં તેને હોસ્પીટલમાં એડમમીટ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ ઘરે પરત ફર્યા તો પોતાના ફોટા પર હાર ચઢાવેલ જોયો.
આવી સ્થિતિમાં, સવાલ ઉભા થઈ રહ્યા છે કે અંતિમ સંસ્કાર કરવામાં આવેલી વ્યક્તિ કોણ હતી? કારણકે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતું અને પોલીસ કઈ રીતે ઓળખ મેળવશે કે તે વ્યક્તિ કોણ હતી?