Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં આનંદનગર પાસે આવેલ ઝુંપડાઓમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ VIDEO

અમદાવાદમાં આનંદનગર પાસે આવેલ ઝુંપડાઓમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ VIDEO

ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે : સમગ્ર વિસ્તાર ખાલી કરાવાયો

- Advertisement -

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા ઝુંપડામાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ વિસ્તારમાં આવેલ 12થી15 ઝુંપડામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગને કાબુમાં લેવા ફાયરબ્રીગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી છે.

- Advertisement -

અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ એક ટાવર સામેના ઝૂંપડામાં ભીષણ આગ ફાટી નીકળી છે. ગેસ લીકેજ થતા આગ લાગવાની ઘટના બની હતી. તો બીજી તરફ, 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે. ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આસપાસનાં મકાનોમાંથી લોકોએપોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે.વિકરાળ આગ ફાટી નીકળતા ઝુંપડા બળીને ખાખ થઇ ગયા છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular