Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો: મૃતકઆંક ચોંકાવનારો, અત્યાર સુધી 3 લાખથી વધુના મૃત્યુ

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો: મૃતકઆંક ચોંકાવનારો, અત્યાર સુધી 3 લાખથી વધુના મૃત્યુ

- Advertisement -

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. 24 કલાકમાં કોરોનાના 2,22,315 નવા કેસ નોંધાયા છે, ત્યારે 3,02,544 લોકો સાજા થયા છે. કોરોનાથી 24 કલાકમાં 4454 લોકોના મૃત્યુ નીપજ્યા છે. તો દેશમાં જ્યારથી કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં 303720 લોકોના કોરોનાથી મૃત્યુ નીપજ્યા છે.

- Advertisement -

કોરોના વાયરસની બીજી લહેરના પરિણામે દેશમાં એક્ટીવ કેસની સાથોસાથ મૃત્યુદરમાં સતત વધારો નોંધાયો છે. અપ્રિલના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.માર્ચના અંત સુધીમાં દેશમાં 162959 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.ત્યાર બાદ બે મહિનાથી પણ ઓછા સમયમાં મોતનો આંકડો 3લાખને પાર કરી ચુક્યો છે.અપ્રિલ અને મે મહિનામાં જ કોરોનાથી 1.40લાખ લોકોના મૃત્યુ નીપજ્યા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 27 લાખ 20 હજાર 716 એક્ટિવ કેસ છે, જ્યારે 2 કરોડ 37 લાખ 28 હજાર 11 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3 લાખ 3 હજાર 720 લોકોનાં મોત નીપજ્યાં છે. 

- Advertisement -

પરંતુ હવે પરિસ્થિતિ સુધરી રહી છે.દેશમાં કોરોના વાયરસનો રીકવરી દર વધીને 88.75 ટકા થયો છે અને કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ 11.53 ટકા પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 19.28 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular