Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડના અમુક ગામોમાં વરસાદ સાથે કરા વરસ્યા

કાલાવડના અમુક ગામોમાં વરસાદ સાથે કરા વરસ્યા

- Advertisement -

કાલાવડ તાલુકામાં આજે સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે અમુક ગામોમાં પવનની સાથે વરસેલા વરસાદે કરા પણ વરસાવ્યા હતા.

- Advertisement -

કાલાવડ તાલુકામાં આજે સવારથી વાદળીયું વાતાવરણ હતું. અને સાંજના સમયે વાદળીયા વાતાવરણ સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદ સાથે કરા પડ્યા હતા. તેમજ વરસેલા વરસાદને કારણે આણંદપર ગામની મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યાં હતા. ઉપરાંત તાલુકાના આણંદપર, નિકાવા, નગરપીપળિયા, ખળધોરાજી વગેરે અનેક ગામોમાં અડધા કલાક સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાં ખેતરમાં ઉભેલા ઉનાળુ પાક બાજરી, તલ, ડુંગળી, મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular