Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરએનાર્ડ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સાધનો અર્પણ

એનાર્ડ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સાધનો અર્પણ

- Advertisement -

ગ્રામીણ ગુજરાત અને જામનગર જિલ્લામાં છેલ્લા 42 વર્ષથી કાર્યરત સામાજિક સંસ્થા અનાર્ડ ફાઉન્ડેશન દ્વારા કોવિડ-19 ની મહામારીના સંકટ સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓને મદદ માટે કાર્ય કરી રહી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન થાય અને ગંભીર પરિસ્થિતિથી તેમને બચાવી શકાય તે માટે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાઓ અને તબીબી સાધનો સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા.

- Advertisement -

ગત તારીખ 19 મેં ના રોજ લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નોડલ ઓફિસર ડો.ગુપ્તા , મેડિકલ ઓફિસર ડો.ભૂમિબેન પટેલ , ડો.માધવીબેન  ડો. સરવૈયા , વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.વકાતર ,ડો.વરુ ,ડો.ચાવડાબેન તથા હરીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો. મીરાબેન તથા  ડાડુભાઇ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં દવાઓનો જથ્થો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સુપ્રત કરવામાં આવ્યો હતો.

એનાર્ડ ફાઉન્ડેશનના સી.એ.ઓ. નિતાબેન મહુવાકરના માર્ગદર્શન હેઠળ ડી.આર.ડી.ઓ.દેવસીભાઈ લાગરિયા ,અતુલ ચાંદ્રા , ધર્મિષ્ઠાબેન જોશી, વગેરેએ આ કામગીરી માટે જાહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular