જામનગર શહેરના કે.પી.શાહની વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધને ચક્કર આવતા પડી જવાથી બેશુદ્ધ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર પાસે આવેલા કે.પી.શાહની વાડી બ્લોક નં.180માં રહેતા મનસુખભાઇ કાનજીભાઇ વસાણી (ઉ.વ.72) નામના વૃદ્ધ ટીબી પાંચબંગલા પાસે સરદાર ભવન નજીકથી પસાર થતાં હતા ત્યારે એકાએક નબળાઇના કારણે ચક્કર આવી જતાં બેશુદ્ધ થઇ પડી જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ભાવેશભાઇ દ્વારા જાણ કરાતા હેકો. એમ.પી.ગોરાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં નબળાઇના લીધે પડી જતાં વૃદ્ધનું મોત
ચક્કર આવતા બેશુદ્ધ થઇ જવાથી હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસ દ્વારા કાર્યવાહી