Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશને પ્રાણવાયુ પૂરો પાડવામાં મહિલા ક્રુ મેમ્બરની પ્રશંશનીય કામગીરીનો વિડીઓ

દેશને પ્રાણવાયુ પૂરો પાડવામાં મહિલા ક્રુ મેમ્બરની પ્રશંશનીય કામગીરીનો વિડીઓ

રેલ્વેમંત્રી પીયુષ ગોયલે મહિલાઓની આ કામગીરીને બિરદાવી

- Advertisement -

દેશમાં ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે તમામ રાજ્યોને ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે ટ્રેન મારફતે ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેથી તમામ જગ્યાએ ઓક્સિજન સમયસર પહોચાડી શકવામાં સરળતા રહે.

- Advertisement -

ત્યારે મહિલા પાયલટ દ્રારા આ કપરા કાળમાં દર્દીઓને ઓક્સીજન સમયસર મળી રહે તેવી પ્રશંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બેંગ્લોરમાં 7મી વખત ઓક્સિજન એક્સપ્રેસ મારફતે મહિલા ક્રુ દ્રારા 120 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જમશેદપુરથી પહોચાડવામાં આવ્યો છે.

આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન તમામ મહિલા ક્રુ પાયલટ સંચાલિત છે. આ એક સરાહનીય કામગીરી કહી શકાય. કારણકે દેશમાં લેડી લોકો પાયલટ ઘણા ઓછા છે. આ અંગે રેલ્વેમંત્રી પીયુષ ગોયલે ટ્વીટ કરી ક્રુ પાયલટની કામગીરીને બિરદાવી છે.  સાઉથ વેસ્ટર્ન રેલ્વેના જણાવ્યા મુજબ ક્રુ પાયલટ સીરીશા અને અર્પણાએ બેંગ્લોર આ જથ્થો પહોચાડ્યો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular