જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા કબીરનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા નવ શખસોને પોલીસે રેઈડ દરમિયાન 15250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં આવેલા કબીરનગરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અઝીમ શબ્બીર સૈયદ, મુઝમીલખાન કેરસખાન પઠાણ, જાબેદખાન મામદખાન લોદીન, શબ્બીરભાઈ, હાસમભાઈ રાજા, નાસીરભાઈ હારુનભાઈ નોયડા, ઈકબાલભાઈ ગફારભાઈ નોયડા, અકબરઅલી આમદખાન નાયક, હસનેન અહેમંદભાઈ આમદાણી, મહેબુબભાઈ રફિકભાઈ શેખ સહિતના નવ શખ્સોને રૂા.15250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.