આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી આયુર્વેદિક દવા લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ચમત્કારી દવા દ્વારા કોરોના સંક્રમણ મટી જતું હોવાનો વીડિયો વાયરલ થયો તે સાથે જ લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન તે સ્થળે કોરોના પ્રોટોકોલના પણ ધજાગરા ઉડ્યા હતા. આ દવાની માંગને ધ્યાનમાં લઈને આંધ્ર પ્રદેશ સરકારે દવાને પરીક્ષણ માટે ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ (આઈસીએમઆર) પાસે મોકલવાનો નિર્ણય લીધો છે.
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોનાની ચમત્કારી દવા ખરીદવા માટે લોકોની ભીડ જામી રહી છે. આ દવા મેળવવા માટે પાડોશી રાજ્યના લોકો પણ આવી રહ્યા છે. આ ચમત્કારી દવા મેળવવા માટે કોરોના પ્રોટોકોલના પણ ધજાગરા ઉડાડાઈ રહ્યા છે. આયુર્વેદિક ચિકિત્સક બી. આનંદૈયા કૃષ્ણાપટ્ટનમ જિલ્લા ખાતે આ દવાનું વિતરણ કરી રહ્યા છે. તેઓ પહેલા ગામના સરપંચ અને બાદમાં મંડલ પરિષદના સદસ્ય પણ રહી ચુક્યા છે. તેમણે 21મી એપ્રિલથી આ દવાનું વિતરણ શરૂ કર્યું હતું. જાણવા મળ્યા મુજબ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ પણ નેલ્લોર જિલ્લાના છે. તેમણે કેન્દ્રીય આયુષ મંત્રી કિરણ રિજ્જુ અને ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદના ડિરેક્ટર બલરામ ભાર્ગવને આ દવાનો અભ્યાસ કરવા શક્ય તેટલી ઝડપથી રિપોર્ટ આપવા કહ્યું હતું. મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ કોવિડ-19 સંબંધી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં કૃષ્ણાપટનમ દવા અંગે જાણકારી મેળવી હતી. આ દવાને તેમની પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અને ધારાસભ્ય કે ગોવર્ધન રેડ્ડી પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી એ કે કે શ્રીનિવાસે જણાવ્યું કે, તેમણે આઈસીએમઆર અને અન્ય નિષ્ણાતો પાસે દવાનો અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો છે જેથી તેના પ્રભાવીપણા અંગે જાણી શકાય. પ્રદેશ સરકારે ’કૃષ્ણાપટ્ટનમ દવા’ તરીકે લોકપ્રિય થયેલી આ દવાના ફોમ્ર્યુલેશનના ઓન ધ સ્પોટ અભ્યાસ માટે નિષ્ણાતોની એક ટીમ નેલ્લોર મોકલવાનો નિર્ણય લીધો છે.