જામનગર શહેરના લાખોટા તળાવના પાછલા ભાગમાંથી આજે બપોરે ફાયર ટીમે આધેડ પુરૂષનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા લાખોટા તળાવના પાછલા ભાગમાં કોઇ મૃતદેહ હોવાની જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી. અને પાણીમાંથી આધેડ પુરૂષનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ અંગેની જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. તેમજ મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેની પણ તપાસ આરંભી હતી.