કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામના પાટીયા નજીકથી બાઇક પર પસાર થતાં બે શખ્સને આંતરીને તલાસી લેતાં તેમના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતાં આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના રાજસ્થળી ગામના પાટીયા પાસેથી પસાર થતાં જીજે.10.ડીબી.9145 નંબરના બાઇકને પોલીસે આંતરીને તલાસી લેતાં સંદિપ ભિખા ખરા અને હિતેશ પ્રવિણ ચાવડીયા નામના બે શખ્સોના કબ્જામાંથી ઇંગ્લીશદારૂની ત્રણ બોટલ મળી આવતાં પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથધરી હતી. બીજો દરોડો જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસેથી પસાર થતાં મનોજ કાલીદાસ રામાવત નામના શખ્સને આંતરિને પોલીસે તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.500ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતાં આગળની તપાસ હાથધરી હતી. ત્રીજો દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58માંથી પસાર થતાં પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ રામ નામના શખ્સને આંતરિને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.600ની કિંમતની 6 નંગ બિયરના ટીન મળી આવતાં પુછપરછ હાથધરતાં બિયરનો જથ્થો મહેશ ઉર્ફે મયો જેઠા મંગે પાસેથી ખરીદયાની કેફિયત આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
કાલાવડના રાજસ્થળી પાસેથી દારૂની બોટલ સાથે બે શખ્સ ઝબ્બે
જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસેથી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો: દિગ્વીજય પ્લોટમાંથી બીયરના ટીન સાથે શખ્સ ઝબ્બે