ભારતને કોરોના સામે બીજુ મોટું શસ્ત્ર મળી રહ્યું છે. સ્પુતનિક વીનું ઉત્પાદન આ વર્ષે ઓગસ્ટથી દેશમાં શરૂ થશે. રશિયામાં ભારતના રાજદૂત ડી.બી. વેંકટેશે આ જાણકારી આપી છે.તેમણે કહ્યું કે સ્પુતનિક વી ના 850 મિલિયન ડોઝનું સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ભારતમાં ઉત્પાદન શરુ થઇ જશે.
ભારતની જરૂરિયાતો પૂરી થયા પછી રશિયા રસીનો અન્ય દેશોમાં નિકાસ કરશે.ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન ઉપરાંત સ્પુતનીક-વી ની રસી માટે મંજુરી આપવામાં આવી છે. ત્યારે બ્લેક ફંગસના વધી રહેલા કેસોને લઇને પણ ભારત રશિયાના સંપર્કમાં છે. જેને લઇને આ બીમારી માટે દવા મંગાવી ઈલાજ કરી શકાય.
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF), રશિયાના સોવરાન વેલ્થ ફંડ, આ રસી માટે ફંડિંગ પૂરું પાડે છે. વિશેષ વાત એ છે કે તેણે તેના નિર્માણ માટે ભારતની 5 પાંચ કંપનીઓ સાથે કરાર કર્યા છે. ભારતે અત્યાર સુધી સ્પુતનિક વી ના 2,10,000 ડોઝ મેળવ્યા છે. મેના અંત સુધીમાં 3 મિલિયન ડોઝ ઉપલબ્ધ હશે. જૂન સુધીમાં વધીને 50 લાખ ડોઝ થઈ જશે. રશિયાએ એ પણ ઘોષણા કરી છે કે ભારતમાં ટૂંક સમયમાં એક ડોઝ વાળી સ્પુતનીક-વી લાઈટ જલ્દીથી ઉપબ્ધ થશે.