Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતસુરજરાડીમાં યુવાનને અપમાનિત કરી ધમકી

સુરજરાડીમાં યુવાનને અપમાનિત કરી ધમકી

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો દેવશીભાઇ વારસાકીયા નામના 33 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી, રાંગાસર ગામના હકુભા માયાભા સુમણીયા નામના શખ્સ દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી અને ઈજાઓ કર્યાની તેમજ જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) 294 (ખ) તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે. સામા પક્ષે યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ
મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે હાલ રહેતા હકુભા માયાભા સુમણીયા નામના 26 વર્ષના યુવાનને અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી, આ જ વિસ્તારમાં રહેતા મુકેશ દેવશીભાઈ વારસાકીયા અને જેઠાભાઈ પેથાભાઈ ચાનપા નામના બે શખ્સો દ્વારા માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે મીઠાપુર પોલીસમાં આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 294 (ખ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની જરૂરી કામગીરી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular