જામનગર શહેરમાંથી ત્રણ ચોરાઉ મોટરસાયકલ સાથે એક શખ્સને જામનગર એસઓજી પોલીસએઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
જામનગરના પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સુચના તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સપેકટરના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી જામનગર શહેર વિસ્તારમાં એસઓજીસ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અસઓજી સ્ટાફના રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ તથા સંદીપભાઇ ચુડાસમાની બાતમી આધારે, જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટરસાયકલોની ચોરીના ગુના દાખલ થયેલ અને આ ગુનાના કામે ચોરીમાં ગયેલ ત્રણ મોટરસાયકલો સાથે વિશાળ રાજુભાઇ ચાવડા (રહે.ધરાનગર 1-2ની વચ્ચે જામનગર નવા આવાસ પાછળ જામનગર) આરોપીને પકડી પાડી સીટી-બી તથા સીટી-સી ડીવી. પોલીસ સ્ટેશનના મોટર સાયકલો ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીંટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કાયવાહી એસઓજીના પો.ઈન્સ. તથા પો.સ.ઇ. આર.વી.વીછી તથા પો.સ.ઇ.વી.કે.ગઢવી તથા એઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.