Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીય2020-21નું આઇટી રિર્ટન ભરવાની મુદ્ત બે મહિના વધી

2020-21નું આઇટી રિર્ટન ભરવાની મુદ્ત બે મહિના વધી

હવે 30 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે રિર્ટન

- Advertisement -

આવકવેરા રિટર્ન ભરનારાઓને સરકારે ફરી એકવાર રાહત આપી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત આવડવેરા રીટર્ન સબમિટ કરવાની સમયમયરદા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી છે. કોરોના કેસોમાં વધારાને કારણે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તે જ સમયે, કેટલાક કર નિષ્ણાતો પણ કહે છે કે કોરોનાને કારણે, કંપનીઓ અને સામાન્ય કરદાતાઓને સાથે જોડાયેલી ઘણી ટેક્સની તારીખની મુદત લંબાવાઈ છે. આ સાથે સરકારે વધુ મોટા નિર્ણયો લીધા છે. આ અંતર્ગત આવકવેરા ઓડિટની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2021થી વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે. જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈનલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે. જ્યારે બિલેટેડ/રિવાઈઝડ ઈન્કમ ટેક્સ રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021થી વધારીને 2022ની 31 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, બિલેટેડ આઇટીઆર આવડકવેરા કાયદા, 1961 ની કલમ 139(4) હેઠળ દાખલ કરવામાં આવે છે. બીજી બાજુ, સુધારેલ આઇટીઆર કલમ 139 (5) હેઠળ દાખલ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular