Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયગઢચિરોલીમાં કમાન્ડો ઓપરેશન, 13 નકસલીઓને ઠાર મરાયા

ગઢચિરોલીમાં કમાન્ડો ઓપરેશન, 13 નકસલીઓને ઠાર મરાયા

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં 6 નક્સલીના શબ મળ્યા છે. ગઢચિરોલીના DIG સંદીપ પાટીલે આ વાતની પુષ્ટિ કરી છે. હાલ પણ ઈ-60 કમાન્ડો અને નક્સલીઓની વચ્ચે અટકી-અટકીને ફાયરિંગ ચાલુ છે. પાટીલના જણાવ્યા મુજબ, 6 નક્સલીના શબ મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના કટીમાના જંગલમાંથી મળ્યા છે.

નક્સલીઓએ ગત મહિને ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના ગુટ્ટા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંક્યો હતો. વિસ્ફોટ ન થવાને પગલે દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે નક્સલીઓ દ્વારા પોલીસ સ્ટેશનને ઉડાવવાની કોશિશને એક મોટી ઘટના માનવામાં આવી રહી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે એ પછી ઈ-60 કમાન્ડોએ આ કાર્યવાહી કરી છે.

ગઢચિરોલી જિલ્લાની સ્થાપના પછી સમગ્ર ક્ષેત્રમાં નક્સલી ગતિવિધિઓ વધી ગઈ હતી. એની પર પ્રતિબંધ લગાવવા માટે તત્કાલીન જઙ કેપી રઘુવંશીએ 1 ડિસેમ્બર 1990એ ઈ-60ની સ્થાપના કરી હતી. એ સમયે આ ફોર્સમાં માત્ર 60 વિશેષ કમાન્ડોની ભરતી થઈ હતી, જેથી એને આ નામ મળ્યું. નક્સલી ગતિવિધિઓને રોકવા માટે ગઢચિરોલી જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ઉત્તર વિભાગ, બીજો દક્ષિણ વિભાગ.
આ કમાન્ડોને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેમને દિવસ-રાત કોઈપણ સમયે કાર્યવાહી કરવા માટે ટ્રેન કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, NSG કેમ્પ મનેસર, કાંકેર, હજારીબાદમાં થાય છે.

નક્સલવિરોધી અભિયાન સિવાય આ જવાન નક્સલીઓના પરિવાર, સંબંધીઓને મળીને તેમને સરકારની યોજનાઓ વિશે જાણ કરીને તેમને સમાજની મુખ્યધારામાં જોડવાનું કામ પણ કરે છે. નક્સલી વિસ્તારોમાં પ્રશાસનિક સમસ્યાઓની માહિતી પણ એકત્રિત કરે છે.

આ પહેલાં 3 મે 2019ના રોજ 100થી વધુ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો. ગઢચિરોલીમાં થયેલા આઈઈડી બ્લાસ્ટમાં 15 QRT જવાન શહીદ થયા હતા. આ હુમલાનો માસ્ટર માઈન્ડ ઉત્તરી ગઢચિરોલીનો સીપીઆઈ (માઓવાદી) કમાન્ડર ભાસ્કર હોવાનું કહેવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular