Sunday, January 5, 2025
Homeરાષ્ટ્રીયટ્વીટરે બ્લુ ટિક માટેની પ્રક્રિયા ફરી શરુ કરી, તમે પણ આ રીતે...

ટ્વીટરે બ્લુ ટિક માટેની પ્રક્રિયા ફરી શરુ કરી, તમે પણ આ રીતે એકાઉન્ટ વેરિફાઈ કરાવી શકો

- Advertisement -

ટ્વીટરે ગઈકાલથી અકાઉન્ટસના વેરીફીકેશનની પ્રક્રિયા ફરી શરુ કરી છે. જેના દ્રારા એકાઉન્ટ પર બ્લુ ટિક મેળવી શકાશે. ટ્વિટરે કેટલાક વર્ષો પહેલા એકાઉન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા બંધ કરી હતી. જો કે, ગયા વર્ષે તેણે કહ્યું હતું કે તે 2021 માં ફરીથી એકાઉન્ટ્સના વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરશે.

- Advertisement -

ટ્વીટરે ઘોષણા કરી છે કે હવેથી ફરી ટ્વીટરના વેરીફીકેશની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. પરંતુ આ વખતે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. ટ્વીટરે જણાવ્યું છે કે જે પણ યુઝર્સ બ્લુ ટિક માટે અરજી કરશે તેમના અકાઉન્ટ પર છેલ્લા 12મહિનામાં કોઈપણ ઉલ્લંઘન દેખાવું જોઈએ નહી.

ઉપરાંત ટ્વીટર દ્રારા અમુક કેટેગરી શામિલ કરવામાં આવી છે. જેમાં યુઝર્સ તેમાંની કોઈ એક કેટેગરી હેઠળ હોવું જોઈએ. જેમાં સરકાર, કંપનીઓ, સંસ્થાઓ, બ્રાન્ડ, સમાચાર સંસ્થાઓ, પત્રકારો, મનોરંજન,રમતો અને પ્રભાવશાળી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ ઉપરાંત બ્લુ ટિક અપ્લાય કરનાર પાસે પ્રોફાઈલ નામ, ફોટો, અને મેઈલ આઈડી વેરીફીકેશન હોવું જોઈએ. છેલ્લા 6મહિનામાં તેમના અકાઉન્ટમાં લોગઇન કરેલ હોવું જરૂરી છે. તેમજ ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન થવું જોઈએ નહી.

ટ્વીટરે પબ્લિક વેરિફિકેશનને એટલાં માટે હોલ્ડ પર રાખ્યું હતું, કારણકે, કંપની વેરિફિકેશન પોલિસી સામે સવાલ ઉઠી રહ્યાં હતાં. કેટલાંક એવા અકાઉંટ પણ વેરિફાય હતા જે વિવાદિત હતાં. કંપની પર આરોપ લાગતા તેને હોલ્ડ કરી દેવાયા હતાં. હવે ફરી એકવાર અકાઉંટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

Twitter એ કહ્યું કે, આગામી દિવસોમાં વેરિફિકેશનની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે. નવા અકાઉંટ્સ માટે પણ વેરિફિકેશન પોલિસી લવાશે. જેમાં ધર્મગુરુઓ, વૈજ્ઞાનિકો અને જાણીતા શિક્ષણવિદોના પણ અકાઉંટ વેરિફાય થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular