જામનગર શહેરના સોલેરિયમ પાસેથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતાં તેમાંથી દારૂની 276 બોટલ મળી આવતાં પોલીસે આંધ્ર્રપ્રદેશના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથધરતાં વધુ બે શખ્સોના નામો ખુલ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ નજીક આવેલ સોલેરિયમ પાસેથી પસાર થતી જીજે.03.કે.6920 નંબરની મારૂતી કારને પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતાં કારમાંથી રૂા.1,38,000ની કિંમતની દારૂની 276 બોટલો મળી આવતાં પોલીસે કારચાલક રામાન્જયેલુ પેડન્ના નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં નવાગામ ઘેડના જય આહિર અને વિજયસિંહ વાળા નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. પોલીસે શખ્સ પાસેથી રૂા. 50,000ની કિંમતની કાર અને 2500ની કિંમતના બે મોબાઇલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.1,90,500નો મુદ્ામાલ કબ્જે કરી ઝડપાયેલાં શખ્સનો કોવિડ રિપોર્ટ કરાવવા કાર્યવાહી હાથધરી હતી.
જામનગરમાં સોલેરિયમ પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
મારૂતીકાર, બે મોબાઇલ અને દારૂ મળી કુલ રૂા.1.90 લાખનો મુદ્દામાલ કબ્જે: જામનગરના બે શખ્સોના નામ ખુલ્યાં