Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજાખર નજીક યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, મીઠાપુરના શખ્સની ધરપકડ

જાખર નજીક યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, મીઠાપુરના શખ્સની ધરપકડ

પાંચ દિવસ પૂર્વે જાખર નજીકથી હત્યા નિપજાવેલો મૃતદેહ સાંપડ્યો: સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સની હત્યા: હત્યા નીપજાવનાર મૃતકના ભાઇનો સાળો

- Advertisement -

જામનગર નજીક આવેલી સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવતી કલ્યાણપુર પંથકની વતની એવી યુવતીનો પાંચ દિવસ પૂર્વે હત્યા કરાયેલો મૃતદેહ સાંપડ્યાની ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ બાદ આખરે મૃતકના ભાઇના શાળાની મીઠાપુરમાંથી ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

આ અંગેની વિગત મુજબ પાંચ દિવસ પૂર્વે લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાં નિર્જન સ્થળેથી વીસેક વર્ષની યુવતીનો હત્યા નિપજાવેલો મૃતદેહ સાંપડ્યાની જાણના આધારે પીએસઆઇ કે.આર.સીસોદિયા તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની વતની સીમા કાંતિભાઇ પાંડાવદરા (રર)નો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા મૃતક યુવતી જામનગર એરપોર્ટ નજીક આવેલુ સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને બનાવના દિવસે હોસ્પિટલેથી નીકળ્યા બાદ તેણીનો મૃતદેહ સાંપડ્યો હતો.

હત્યાના બનાવમાં ડીવાયએસપી કૃણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી સહિતની જુદી-જુદી ટીમો બનાવી તપાસમાં આધુનિક ટેકનોલોજીથી યુવતીના સંપર્કો અંગે ઝીણવટભરી તપાસમાં મૃતકના ભાઇનો સાળો નાગેશ ઉર્ફે નકશ મનુભાઇ વેગડા(રે.મીઠાપુર)ની સંડોવણી બહાર આવી હતી અને નાગેશ છેલ્લા દોઢ વર્ષથી સીમાને પ્રેમ કરતો હોવાનું અને લગ્ન કરવા માંગતો હોવાનું જણાવ્યું હતું પરંતુ સીમા પોતાના મોબાઇલમાં અન્ય એક યુવક સાથે વાતચીત કરતી હોવાનું તેને પસંદ નહોતું. બનાવના દિવસે નાગેશ મીઠાપુરથી જામનગર તેને મળવા આવ્યો હતો. યુવતી તેની સાથે બાઇકમાં બેસીને ખંભાળિયા ગઇ હતી ત્યાં સીમાએ એવું પણ કહયું હતું કે હું મારી રીતે સ્વતંત્ર છું, અને અન્ય કોઇપણ સાથે પણ મારૂં જીવન ગુજારી શકું છું. તેવું કહેતા નાગેશ ઉશ્કેરાઇ ગયો હતો અને સીમાને બાઇકમાં બેસાડી જાખર ગામ પાસે લઇ ગયો હતો જયાં તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી. ત્યાર પછી પથ્થર લઇ તેના માથા પર પટકીને કાસળ કાઢી નાખ્યું હતુ ત્યાર પછી સીમાનો મોબાઇલ ફોન લઇને તે મીઠાપુર તરફ નાસી ગયો.

ત્યારબાદ પોલીસે વણઉકેલાયા હત્યાના બનાવમાં મીઠાપુરમાંથી નાગેશની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરતા નાગેશ પોપટ બની ગયો હતો અને સમગ્ર ઘટનાક્રમ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જેથી પોલીસે યુવતીની હત્યામાં પ્રેમી નાગેશની ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular